કામદારની છટણી પહેલા નોટિસ આપવી પડશે
24, સપ્ટેમ્બર 2020

અમદાવાદ -

વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલું ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક તકરાર બિલમાં કામદારોને છટણી કરવાની થાય તો ૩ મહિનાની ચાલુ પગારની ફરજિયાત નોટિસ આપવી પડશે. ૩ મહિનાનો નોટિસ પગાર આપીને છૂટા કરી શકાશે નહીં. અગાઉ ગુજરાતમાં અમુક સંસ્થાઓમાં લે-ઓફ, છટણી અને ઔદ્યોગિક સંસ્થા બધ કરવાને લગતી ખાસ જાેગવાઈ હતી. તે અંતર્ગત કલમ ૨૫(કે)માં હાલની જાેગવાઈઓ મુજબ ૧૦૦કે તેથી વધુ કામદાર ધરાવતી સંસ્થાએ કામદોરોને લે-ઓફ, છટણી તથા સંસ્થા બંધ કરતા પહેલા સરકારની પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે. પરંતુ હવેથી એમા સુધારો કરવાથી આ કાયદો ૩૦૦ કે તેથી વધારે કામદારો ધરાવતી સંસ્થાઓને લાગુ પડશે.

શ્રમ રોજગાર મંત્રી દિલિપ કુમાર ઠાકોરના જણાવ્યાનુસાર હાલમાં કામદારોને નોકરીમાંથી છૂટા કરવા, સંસ્થા બંધ કરવા સમયે સળંગ નોકરીના દરેક પૂરા થતાં વર્ષ અથવા તેના કોઈ ભાગ માટે ૧૫ દિવસનો સરેરાશ પગરા જેટલું વળતર આપવાની જાેગવાઈ છે. પરંતુ હવે રાજ્ય સરકારે આ જાેગવાઈમાં સુધારો કર્યો છે કે હવેથી દિવસના સરેરાશ પગાર ઉપરાંત વળતરમાં વધારો કરીને છેલ્લા ૩ મહિનાના સરેરાશ પગાર જેટલી રકમ વળતર તરીકે આપવાની જાેગવાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યાનુસાર ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭ના પ્રકરણ-૫બી અંતર્ગતની જાેગવાઈઓ ખાસ કરીને મોટી સંસ્થામાં કાર્યરત શ્રમયોગીઓને રક્ષણ પૂરું પાડવા માટે છે. અગાઉ કામદારોને ૩ મહિનાની નોટિસ કે પગાર આપીને તાત્કાલિક અસરતી છૂટા કરી શકે તેવી જાેગવાઈ હતી. એમા પણ હવે સરકારે ખાસ સુધારો કર્યો છે. આ સુધારાથી કામદારને ફરજિયાત ૩ મહિનાની નોટિસ આપવાની રહેશે. નોટિસ પગાર આપીને છટણી કરી શકશે નહીં. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી નવી વધારાની જાેગવાઈ એવી છે કે, ૧૦૦થી ૩૦૦ કામદારો ધરાવતા સંસ્થાઓને પણ આ અધિનિયમની જાેગવાઈ લાગુ પાડી શકાશે. વિધાનસભામાં ૪ બિલ પસાર કરાયા છે, જેમાં અગાઉ વટહુકમથી અમલમાં લવાયેલા ઔદ્યોગિક તકરાર વિધેયક, કોન્ટ્રાકટ મજૂર વિધેયક, કારખાના વિધેયક, મજૂર કાયદા વિધેયકનો સમાવેશ થાય છે. કારખાના કાયદાની ભંગ બદલ જે સજાની જાેગવાઇ હતી તે હળવી કરીને સમાધાન કે માંડવાળી અને દંડ દાખલ કરાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution