/
પાલિકાની ટીમ સામે લારીધારકો દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરા : વડોદરા શહેરના ભુતડીઝાંપા શ્રીનાથજી પેટ્રોલપંપથી કારેલીબાગ પાણીની ટાંકીના મુખ્ય માર્ગ ઉપર ઊભા રહેતા ટેમ્પો અને લારી સંચાલકોને પાલિકાએ દંડ ફટકારી ગેરકાયદેસર બાંધકામો દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા લારી ધારકો ટેમ્પાની આગળ બેસી જઈને વિરોધ કરતા પોલીસે કેટલાકની અટકાયત કરી હતી.પાલિકાની દબાણ ટીમે રોડ પરની કેટલીક લારી વગેરેના દબાણો દૂર કરીને અન્યને ખસી જવાની સુચના આપી હતી.

પાલિકા દ્વારા ભુતડીઝાંપા શ્રીનાથ પેટ્રોલ પમ્પ થી કારેલીબાગ પાણીની ટાંકી સુધીના માર્ગ ઉપર દબાણો દૂર કરવામાં આવ્યા બાદ ફરી રોડ ઉપર દબાણ કરી દીધુ હતુ. આ ઉપરાંત વર્ષો અગાઉ હાથીખાના ઝાંપા પાસે ભરાતા બકરા બજાર ખાતે મકાનોનું ડીમોલેશન કર્યું હતું જ્યાં હાલ દબાણ ઉભા થઇ ગયા છે. તેમજ મુખ્ય માર્ગ ઉપર ટેમ્પો તથા લારી ગલ્લા ઉભા રાખી વાહનચાલકોને નડતરરૂપ બન્યું હતું જેથી આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનડો. હિતેન્દ્ર પટેલે વોર્ડ નંબર સાત ના કાઉન્સિલર તથા પાલિકાના અધિકારીઓ સાથે વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં ટેમ્પો સહિતના દબાણોકર્તાને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી.

કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતા કેટલાક લારી ધારકોએ ટ્રકની આગળ બેસી જઈ વિરોધ કર્યો હતો જેને કારણે પોલીસ બોલાવવી પડી હતી .લારીવાળા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા આખરે આઠ જેટલા મારી ધારકોની પોલીસે અટકાયત કરી હતી અને કોર્પોરેશને એક ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution