ભાજપના કાર્યકરે દારૂના નશામાં રિક્ષા હંકારીને બે બાળકો, માતા સહિત ૪ રાહદારીને અડફેટે લીધાં

વડોદરા, તા. ૨૯

ગોત્રી રોડ ઉપરથી નયનાબહેન માળી શો-રૂમમાંથી ટુ વ્હીલર લઇને પોતાના બે બાળકોને લઇને ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન નશામાં ધૂત થઇ પોતાની રિક્ષા લઇને પસાર થઇ રહેલા ભાજપના કાર્યકરે હરેશ ભટ્ટે રિક્ષા ડિવાઇડર કૂદાવીને નયનાબેમ માળીની મોપેડને અડફેટે લીધું હતું. જેથી નયનાબેન અને તેમના બંનેે બાળકો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. આ સાથે બેફામ રીતે નશામાં ધૂત રિક્ષા ચલાવીને આવેલા ભાજપના કાર્યકરે અન્ય એક વાહનને પણ અડફેટે લીધંુ હતું. આ ઘટના બનતા જ સ્થાનિકો લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. નશામાં ધૂત રિક્ષા ચાલક હરેશ ભટ્ટ ફરરા થઇ જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ રિક્ષામાં તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ભાજપા કાર્યકર તરીકેને આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર નયનાબે માળી પોતાના બે બાળકો સાથે ગોત્રી રોડ કલ્પવૃક્ષ પાસેથી પસાર થઇ રહયા હતા તે સમયે ઓટોરિક્ષા ચાલક પોતાની રિક્ષા ડિવાઇડર કુદાવીને નયનાબેનની મોપેડ સાથે ભટકાયા હતા. રિક્ષાએ ટક્કર મારતા નયનાબેન અને તેમના બંને પુત્રો રોડ ઉપર પટકાયા હતા. જેમા એક પુત્ર રિક્ષાના વ્હીલ નીચે આવી ગયો હતો. નશામાં ધૂત ભાજપના કાર્યકર હરેશને ઘટના સ્થળે દોડી આવેલી પોલીસના હવાલે કરોયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution