રાજકોટ-

રાજકોટના નાના મવા મેઈન રોડ પર આવેલા મોકજી સર્કલ પાસેથી એસોજીની ટીમે કારચાલકને રૂ. ૩.૪૩ લાખના કુલ ૫૭ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ મુસ્લિમ શખ્સની ધરપકડ કરી છે. લોકડાઉનમાં કામ ધધો નહિ ચાલતા ચકરડીના ધધાર્થીએ સુરતથી ગાંજાનો જથ્થો વેચાણ અર્થે લાવ્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

મળતી માહિતી મુજબ નાના મવા મેઈન રોડ પર મોકજી સર્કલ પાસેથી ગાંજાનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે એસઓજીના  ટીમે મોકાજી સર્કલથી કાલાવડ રોડ તરફ જતા પ્રધ્યુમન ગ્રીન સિટી સામે રેાડ પર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન પસાર થયેલી સફેદ કલરની સ્વીફ્ટ કારને અટકાવી પાછળની સીટ પર રહેલા મોટા કોથળાની તલાશી લેતા તેમાંથી ૫૭ કિલો ગાંજા સાથે રેસકોર્સના મેદાનમાં રાઈડ ચલાવતા તોસીફ અહેમદ સમાને ઝડપી લીધો હતો. બાદમાં એફએસએલ અધિકારીએ તે ગાંજો હોવાની પુષ્ટી કરતા પોલીસે કુલ ૫૭ કિલેા ૨૦૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જેની કિંમત પોલીસે ૩.૪૩ લાખ ગણી હતી. આ ઉપરાંત કાર અને મોબાઈલ મળી કુલ ૭.૪૩ લાખના મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ હેઠળ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવી આરોપી કાર ચાલક તૌશીફને સકંજામાં લીધો હતો. 

તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં તૌશીફે કબૂલાત આપી કે તે અગાઉ રેસકોર્સના મેદાનમાં જમ્પિંગ સહિતની રાઈડ ચલાવતો હતો. પરંતુ કોરોનાને કારણે ઘણાં મહિનાથી ધંધો ઠપ્પ થઈ જતાં અને આર્થિક ભીંસ પડતા ગાંજાનો વેપલો શરૃ કર્યો હતો. અગાઉ છૂટક ગાંજો વેચ્યા બાદ ગઈકાલે જ સુરતના સરફરાઝ પાસેથી તે આ ગાંજાનો જથ્થો લઈ રાજકોટ આવી રહ્યો હતો.અગાઉ દારૂના ગુનામાં પણ મુસ્લિમ શખ્સ પકડાઈ ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.