દાહોદ જિલ્લામાં ખેતીલાયક જમીનને બિનખેતી લાયક બતાવી જમીન વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ...
09, જુલાઈ 2024 દાહોદ   |  



ગુજરાતના દાહોદ જિલ્લામાંથી ખેતીલાયક જમીનને બીનખેતીલાયક બનાવવાનું મસમોટું કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યમાં વધુ એક કોભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના દાહોદ જિલ્લામાંથી ખેતીલાયક જમીનને લઈને મોટું કૌભાંડ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલે કે સરકારની વેબસાઈટમાં ખેતીલાયક જમીનનું વેચાણ કરાવવા તેને બિનખેતી લાયક બતાવવામાં આવે છે. પછી જમીનનો મોટો સોદો પાડવામાં આવે છે. સરકારી તંત્રની વધુ એક પોલ ખુલી છે. વહીવટી તંત્રમાં કોના હાથ નીચે આ કારસ્તાન થાય છે. તેને લઈને ગુજરાત હાઇકોર્ટે પણ મામલતદાર, એસ.ડી.એમ અને કલેકટર તમામની ઝાટકણી કાઢી વધુમાં કોર્ટે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જાે સરકારી કચેરીઓમાંથી આ મામલામાં ખોટું થયાનું સામે આવશે તો તમામ સંબંધિત લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગુજરાત હાઇકોર્ટમાં એક કેસની સુનાવણીમાં દાહોદ જિલ્લાની ખેતીલાયક જમીન આપવા બદલ નોટિસ ફટકારનારા મામલતદાર એસ.ડી.એમ અને કલેક્ટર સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે સરકારની મહેસુલ વિભાગની વેબસાઈટમાં જે જમીન બિનખેતીલાયક હોવાનું સ્ટેટસ બતાવે છે. તો તમે ખરીદનાર સામે કેવી રીતે પગલા લઈ શકો છો? નોંધનીય છે કે દાહોદમાં રહેતા સુરેશચંદ્ર શેઠે ખેતીલાયક જમીન ખરીદતા મામલતદારે તેમને નોટિસ પાઠવી હતી. અને જે નોટિસનો જવાબ આપતા સુરેશભાઈ શેઠના વકીલે કહ્યું હતું કે, મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સરકારે પોતે સ્વીકાર કર્યો કે, આ નોટિસ ખોટી છે. આવી નોટિસ આપી શકાય નહીં. સામાન્ય રીતે નિયમ છે કે, ખેતીલાયક જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈપણ વ્યક્તિ ખરીદી શકતો નથી.આથી કેટલાક લોકો પોતાની જમીનનું વેચાણ કરવા સરકારી વેબસાઈટમાં પોતાની જમીન બિનખેતીલાયક બતાવી તે જમીનનું વેચાણ કરે છે. દાહોદમાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો. જાેકે તેમાં તે વ્યક્તિએ સરકારી વેબસાઈટમાં જે જમીન બિનખેતીલાયક બતાવી હતી તેની જ ખરીદી કરી હતી. જ્યારે આ મામલે તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી ત્યારે કોર્ટે પણ અરજદારની અરજી માન્ય રાખતા સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. કોર્ટે આ મામલાની વધુ તપાસ કરવા સરકારને નિર્દેશ કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution