સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ મેળવવી જરૂરી છે ઃ સુપ્રીમ કોર્ટ
10, જુલાઈ 2024

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળ સરકારે તેની સંમતિ પાછી ખેંચી હોવા છતાં સીબીઆઈ દ્વારા રાજ્યમાં કેસ દાખલ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવ્યો છે. મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ૮મી મેના રોજ ર્નિણય અનામત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ મેળવવી જરૂરી છે. કાનૂની અધિકારો બંધારણના સંદર્ભમાં ઉદ્ભવતા હોવા જાેઈએ અને તેમાં સંઘની સત્તામાંથી પ્રતિરક્ષાનો સમાવેશ થાય છે. બંગાળ સરકારે બંધારણની કલમ ૧૩૧ હેઠળ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બંગાળ સરકારે અરજીમાં કહ્યું છે કે તેણે ૧૬ નવેમ્બર, ૨૦૧૮ ના રોજ સીબીઆઈને કેસ નોંધવા માટે આપેલી સંમતિ પાછી ખેંચી લીધી હતી, તેથી સીબીઆઈને પશ્ચિમ બંગાળના કેસોમાં એફઆઈઆર નોંધવાનો અધિકાર નથી, તેમ છતાં તે સતત ચાલુ છે.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ૮મી મેના રોજ ર્નિણય અનામત રાખ્યો હતો. મમતા સરકારે નવેમ્બર ૨૦૧૮માં સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ પાછી ખેંચી લીધી હતી. પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાજ્યએ કેન્દ્રીય એજન્સી પાસેથી સંમતિ પાછી ખેંચી લીધી હોવા છતાં, સીબીઆઈ ઘણા કેસોમાં તપાસ કરી રહી છે, તે પણ અમારી મંજૂરી લીધા વિના. બંગાળ સરકારે બંધારણની કલમ ૧૩૧ને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રનો ઉલ્લેખ છે. આ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કેસોની સુનાવણી માત્ર સુપ્રીમ કોર્ટમાં જ થાય છે.

તેના જવાબમાં, ૮ મેના રોજ યોજાયેલી છેલ્લી સુનાવણીમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર વતી કહ્યું હતું કે, ‘સંવિધાનની કલમ ૧૩૧ એ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સૌથી પવિત્ર અધિકારોમાંથી એક છે. તેનો દુરુપયોગ ન થવો જાેઈએ, બંગાળ સરકાર જે કેસની વાત કરી રહી છે તેમાંથી એક પણ કેસ કેન્દ્ર સરકાર દ્વારા નોંધવામાં આવ્યો નથી, બલ્કે સીબીઆઈએ કેસ નોંધ્યા છે અને તે એક સ્વતંત્ર તપાસ એજન્સી છે.સીબીઆઇ પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution