સુરત-

શહેરમાં પલસાણા ચેકપોસ્ટ પોલીસને બાતમી મળી હતી કે, હોન્ડા કંપનીની એક કાર દારૂ ભરીને આવી રહી છે, ત્યારે પોલીસે આ કારને અટકાવતા આ ચાલકે કાર રોકી ન હતી અને ફૂલ સ્પીડમાં કાર આગળ ચલાવી હતી, ત્યારે પલસાણા પોલીસ દ્વારા સચિન પોલીસને જાણ કરતા સચિન પોલીસે કન્ટ્રોલ રૂમમાં એન્ટ્રી પાડતા જણાવ્યુ કે, પલસાણા ચેકપોસ્ટથી હોન્ડા કંપનીની કાર દારૂ ભરીને આવી રહી છે. તે કારને પલસાણા પોલીસ દ્વારા અટકાવામાં આવી તો ફુલ સ્પીડમાં ભગાવીને આગળ સચિન તરફ ગઈ છે. તે દરમિયાન સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી અને સચિન હોજીવાલા પાસે આ કારને અટકાવાની કોશિશ કરતા ચાલકે કાર પોલીસ ઉપર ચઢાવી દીધી હતી. સુરતમાં એક કાર દારૂ ભરીને આવી રહી હતી, ત્યારે પોલીસે આ કારને અટકાવતા ચાલકે કાર રોકી ન હતી અને ફૂલ સ્પીડમાં કાર આગળ ચલાવી હતી, ત્યારે સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી અને સચિન હોજીવાલા પાસે આ કારને અટકાવાની કોશિશ કરતા ચાલકે કાર પોલીસ ઉપર ચઢાવી દીધી હતી.