સુરત-

સુરતમાં દિવસેને દિવસે લૂખા તત્ત્વો આંતક વધતો જાય છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવસ બહાર પાર્ક કરેલ રીક્ષાને અંગત અદાવત કોઈ ઈસમ દ્વારા સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જાેકે રીક્ષામાં આગ લાગવાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે .

સુરતમાં છેલ્લા થોડા સમય થી અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને લોકોને નુકસાન કરી રહ્યા છે. ત્યારે ગતરોજ પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામ ખાતે આવેલા આવાસમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતા હતા જાેકે ગતરોજ આવાસમાં પોતાની રીક્ષા પાર્ક કરેલ હતી ત્યારે આ વિસ્તાર રહેલા અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલ રીક્ષા ને સળગાવી નાખવામાં આવી હતી.

જાેકે આ ઘટના બનતા આવાસમાં દોડધામ મચી જવા પામી હતી. જેની રીક્ષા છે તે ભાઈ પણ દોડી આવ્યા હતા અને પિતાની રીક્ષા લાગેલી આગ બુજાવાનો પ્રયાસ કરવા લાગ્યા હતાં. જાેકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટના અંગત અદાવતમાં ઘટી હતી પરંતુ માનવ વસાહતમાં એક સીએનજી જણાતી રીક્ષામાં જાે સમમયસર આગ બુજાઈ ન હોત તો તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી પણ ચર્ચા છે.