વડોદરા-

આ અંગે કુબેરેશ્વર ટ્રસ્ટ કરનાલીના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે કુબેર ભંડારી મંદિર મસ ના દર્શન નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે આ વખતની અમાસ એટલે આષાઢી અમાસ અને સો પર્વનો વાસો એટલે દિવાસો. જેના બીજા દિવસથી શ્રાવણ માસ શરૂ થશે અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગયા મહિનાની અમાસના દિવસે મંદિર માં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે કોરોના મહામારી નિયંત્રણમાં હોવાથી ભક્તો માટે કુબેર ભંડારી મંદિર તા.08/08/2021 ને રવિવાર ના અમાસના દર્શન ચાલુ રહેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ની ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કુબેર ભંડારી મંદિર ખાતે ભક્તજનો ફક્ત દર્શન કરી શકાશે. કોઈપણ વસ્તુ પ્રસાદ ચઢાવવામાં નહીં આવે નિજ મંદિરમાં પ્રવેશ બંધ માસ્ક ફરજિયાત- સોશિયલ ડિસ્ટન્સીગ અને હેન્ડવોશ સેનીટાઇઝર દર્શન કર્યા પછી મંદિર પરિસર માં બેસવું નહીં તેમજ ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે.