કેવડિયા-

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી દૂર, ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી ભૂકંપ 6.5 ની તીવ્રતાનો હોય, કેન્દ્ર બિંદુ 12 કિમીની ત્રિજ્યમાં હોય તો પણ નર્મદા ડેમ સુરક્ષિત રહે એવું ડેમનું બાંધ કામ કરવામાં આવ્યું છે.

રાજપીપળા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે 1.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના આંચકાની કોઈ અસર થઈ નથી. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ મુજબ 08/07/2021 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી હતી. જો 6.5 ની તીવ્રતા માટે અને ભૂકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સરદાર સરોવર નર્મદા ડેમ સલામત રહે એવું સરદાર સરોવર નર્મદા ડેમનું બાંધકામ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં પણ આ જ ધારા ધોરણ અપનાવાયું છે.હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ વિપરીત અસર અનુભવાઈ નથી.