ગાંધીનગર-

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 31 ડિસેમ્બરે આઈએસઓ સર્ટિફાઈડની ટીમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવા આવી હતી. મુલાકાત બાદ 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આજે ફરીથી અન્ય ટેસ્ટ કરતા વધુ 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાં કુલ 19 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચેરીમાં 19 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, પરંતુ કોરોનાએ સીમટોમેટિક હોવાનું સામે આવતા તમામ કર્મચારીઓને ફક્ત હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. કોઈ પણ કર્મચારીની સ્થિતિ ગંભીર ન હોવાનું પણ સૂત્રોએ તરફથી સામે આવી રહ્યું છે.રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓફિસમાં પણ પણ કોરોનાએ લોકોને ઝપેટમાં લીધા છે. સીએમઓ ઓફિસમાં એક બે નહીં, પરંતુ 19 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા તો 19 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.