બેકાબુ બની ગયેલા કોરોનાએ પોલીસ તંત્રમાં પગ પેસારો કર્યો હોવાનું બહાર આવ્યું છે. ટ્રાફિક બ્રિગેડના ૩૦ તાલીમાર્થી છે. ટ્રાફિક બ્રિગેડના ૩૦ તાલીમાર્થીઓ એક સાથે પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ફફળાટ આવતા પોલીસ બેડામાં ફીળાટ ફેલાયો છે. તાલીમાર્થીઓની તબીયત લથડતા પોલીસના વાહનોમાં એમના ટેસ્ટ માટે લઈ જવાયા હતા એ પૈકી ૧૯ પુરુષ તાલીમાર્થી અને ૧૧ મહીલા તાલીમાર્થીઓને કોરોના પોઝીટીવ આવતા સંક્રમીત થયેલા તમામને અમેના ઘરે રવાના કરાયા હતા એ પૈકી કેટલાક સુપર સ્પ્રેડર બનશે. તો જવાબદાર કોણ ? એવો સવાલ ઉપસ્થિત થયો છે.

શહેર પોલીસને એકાએક બ્રહ્મજ્ઞાન લાદ્‌યું પબ્લિક એનાઉન્સમેન્ટ કર્યું

તાજેતરમાં જ ચૂંટણી અંગેની જાહેર સભાઓ, રેલીઓ, શિવરાત્રિમાં લાખોની જનમેદની પોલીસની હાજરીમાં જ ભેગી થવા દીધા હોવા ઉપરાંત ખુદ ડીજીપીએ શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં આજે હાજરી આપી હતી. ત્યારે એકાએક પોલીસને બ્રહ્મજ્ઞાન લાદ્‌યું છે. પોલીસે આજે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા બિનજરૂરી બહાર નહીં નીકળવા માટે જાહેરાત કરતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.કોરોનાના કેસોમાં પ્રચંડ ઉછાળો આવતાં હવે તંત્ર સફાળું જાગ્યું છે. તમામ પ્રકારના પ્રયત્નો કરી કોરોના અટકાવવા માટે દરેક વિભાગને કામે લગાડી દેવાયું છે. ત્યારે અન્ય મહાનગરોની જેમ શુક્રવારે પણ રાત્રિ કરફયૂનો સમય ૧૦ના બદલે ૯ થી કરી દેવાયો છે. ટ્રાફિક બ્રિગેડમાં કામ કરતા અનેક પુરુષો અને મહિલાઓ સંક્રમિત બન્યા છે ત્યારે પોલીસ જવાનોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.

ડીજીપી શહેરમાંથી રવાના થયા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપતાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજે પોલીસે એનાઉન્સમેન્ટ કરીને લોકોને અગત્યના કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપતાં શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.