ગાંધીનગર-

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો, સચિવ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે. આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તારીખ 30 ઓગસ્ટ-2021ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાનો તથા સચિવ કક્ષાના અધિકારીઓ વિશ્વની 182 મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કોન્ફરન્સના બીજા દિવસ તારીખ 31 ઓગસ્ટ-2021ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મિશન પોષણ 2.0, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન કરાશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તારીખ 30 તથા 31 ઓગસ્ટ-2021, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.