મુંબઇ-

રેમડેસિવિરનું ઇન્જેકશન વધુ કિંમતે વેચવા બદલ પુણે ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ રાહુલ બાળાસાહેબ વાળુંજ, તેનો ભાઇ રોહન, પ્રતીક ગજાનન ભોર અને નિકિતા ગોપાલ તાલે તરીકે થઇ હતી.

આરોપીઓ રેમડેસિવિરનું એક ઇન્જેકશન રૂ. ૩૭ હજારમાં વેચતા હતા. મેડિસિન ઇન્સ્પેક્ટરની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને માહિતી મળી હતી કે પુણેમાં ખડકી પોલીસ સ્ટેશનની હદમાં એક વ્યક્તિ રેમડેસિવિરનું ઇન્જેકશન વધુ કિંમતે વેચી રહી છે. આથી બોગસ ગ્રાહક તૈયાર કરીને એ વ્યક્તિનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. દરમિયાન ખડકી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું અને ઇન્જેકશન વેચવા આવેલી મહિલાને તાબામાં લીધી હતી. મહિલાની પૂછપરછમાં તેના સાથીદારનાં નામ સામે આવ્યાં હતાં. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. આરોપી રાહુલ વાળુંજ પરિચિતો પાસેથી આ ઇન્જેકશન મેળવતો હતો, એવું તપાસમાં જણાયું હતું.