વડોદરા, તા.૩૧ 

તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા હોવાનું મનાતા આંધળી ચાકરણને વેંચવા નિકળેલા પાંચ શખસોને વડોદરા-સુરત હાઇ-વે પરથી વન વિભાગે ઝડપી પાડ્યા હતાં. રૂા.૪૨ લાખના સાપનો સોદો કર્યો હતો. ત્યારે બાતમીના આધારે વન વિભાગની ટીમે એલ.એન્ડ.ટી. પાસે છટકું ગોઠવી ઇકોકારમાંથી આંધળી ચાકરણ સાપ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત એસ.પી.સી.એને માહિતી મળી હતી કે, કેટલાક શખસો આંધળી ચાકરણ સાપ વેંચવા ફરી રહ્યા છે. આ અંગેની જાણ વન વિભાગને કરીને છટકું ગોઠવ્યું હતું. શરૂઆતમાં સાપ વેંચવા ફરી રહેલા શખસોએ સાપની કિંમત રૂા.૪૨ લાખ લગાવી હતી. ત્યાર પછી વન વિભાગે બોગસ માણસ ઉભો કરીને ડીલ નક્કી કરવા માટે કપુરાઇ ચોકડી પર દિનેશ નામનો વ્યક્તિ પૈસા જાેવા આવ્યો હતો. ખાતરી કર્યા બાદ તેમને મટીરીયલ એલ.એન્ડ.ટી. કંપની પાસે મળી જશે તેમ કહ્યું હતું. ત્યારે અણખોલ પાસે વોંચ ગોઠવીને ઉભેલા વન વિભાગના કર્મીઓ અને સંસ્થાના કાર્યકરોએ રીક્ષામાં આવેલા બે અને વાનમાં આવેલા એકને પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ આધળી ચાકરણ સાથે ઝડપી પાડ્યા હતાં. જ્યારે બે આરોપી ફરાર થઇ ગયા હતાં. વિન વિભાગે ઝડપી પાડેલા આજવા રોડ એકતા નગર રહેતા ખત્રીફારૂન અને ખત્રીજાકીર હુસેન તેમજ ડભોઇ રહેતો મોચી દિનેશની પુછપરછમાં ડભોઇ ઘનશ્યામભાઇ પાર્ક સોસાયટીમાં રહેતો ચિંતન પરમારનું નામ જણાવ્યું હતું. તે ડભાઇમાં સાપ પકડવાનું કામ પણ કરતો હતો. જેથી વન વિભાગે તેની કપુરાઇથી અને ડભોઇના સાકોદ રહેતા માસ્ટરમાઇન્ડ ગોવિંદ રબારીની પણ અટકાયત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, બે તરફનું મોઢું ધરાવતા આ સાપમા મેડીસીન ગુણ હોય છે. ઉપરાંત સાપ રાખવાથી ધનલાભ થતો હોવાની અંધ શ્રદ્ધાથી તેનો વેપાર અને વેંચાણ થતું હોય છે. આંધળી ચાકરણએ બીનઝેરી સાપ છે અને તેને શિડ્યુલ ૪ મી.રક્ષણ આપવામાં આવ્યું છે.