ચેન્નઇ,

તામિલનાડુના કુડ્લોર જિલ્લામાં ઓદ્યોગિક અકસ્માત થયો છે. અહીં થર્મલ પાવર પ્લાન્ટના બોઇલરમાં થયેલા વિસ્ફોટમાં પાચં લોકોના મોત અને 13 અન્ય ઘાયલ થયા છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈથી 180 કિલોમીટર દૂર કુડલોરમાં એનએલસી ઇન્ડિયા લિમિટેડના પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો.અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા .

પાવર પ્લાન્ટના અધિકારીએ કહ્યું, "બોઈલર ચાલુ નહોતું. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ." પાવર પ્લાન્ટમાં બે મહિનામાં આ બીજો વિસ્ફોટ છે. મે મહિનાની શરૂઆતમાં, બોઈલર વિસ્ફોટમાં આઠ કામદારો બળી ગયા હતા, આ કામદારોમાં નિયમિત અને કરાર બંને કામદારો શામેલ હતા. કંપની 3,940 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે પ્લાન્ટ વિસ્ફોટ થયો ત્યાં 1,470 મેગાવોટનું ઉત્પાદન થયું. છે.