ગાંધીનગર-

સમગ્ર દેશમાં પ્રથમ એવી હોટેલ જે રેલવે સ્ટેશન પર છે હોટેલ લીલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ એવી પ્રથમ હોટલ છે કે જે રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે. જ્યારે આ હોટલમાંથી સ્વર્ણિમ પાર્ક, વિધાનસભા અને મહાત્મા મંદિર સીધા જોઈ શકાય તેવી રીતે હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે ગાંધીનગર રેલવેે સ્ટેશન પરની હોટલ લીલા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવી છે અને તેનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટેની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે અને પીએમ મોદીના સમય પણ માંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલ હોટલનું પ્રોજેક્ટ વર્ક 2019 પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોનાના કપરા કાળ અને વર્ષ 2020માં કોરોનાના કારણે લોકડાઉન અને અન્ય પરિસ્થિતિએ સંજોગ સર્જતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ન હતો. ત્યારે હવે આ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે ત્યારે ગમે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોટલનું ઉદ્દઘાટન કરી શકે તેમ છે.