ઉમરા ગામના ૭૫ વર્ષીય ભીખીબહેને મતદાન કર્યું
01, માર્ચ 2021

સુરત,  ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર ૭૫ વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જાેઈએ. જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જાેઈએ.મહુવા તાલુકાના ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર ૧૫ થી ૧૭ વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરીેેેહતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution