અમદાવાદ-

તાજપુર પાટિયા પાસે આવેલી મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓના પગારના રૂપિયા લઈને બાઈક પર જતા ઓપરેટર સંદીપ યાદવ અને સનોજકુમાર શર્મા પર ચાંગોદર રેલવે ક્રોસિંગ પાસે લાકડાંના દંડાથી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. સંદીપ યાદવને આરોપીએ હાથ લાકડાનો ફટકો મારતા બાઈક પરથી બન્ને નીચે પટકાયા હતા. એક શખ્સે સનોજકુમારને માથામાં લાકડાનો દંડો મારી બેહોશ કર્યો હતો. હુમલાખોરો રૂપિયા 44.50 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ચાંગોદર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત સનોજકુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેને માથાના ભાગે 19 ટાંકા લેવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ આરોપીઓને ઝડપી લેવા સક્રિય બની હતી. અમદાવાદ ગ્રામ્યના DySP કે. ટી. કામરીયા અને PI વી. ડી. મંડોરાએ ચાંગોદર પોલીસની ત્રણ ટીમ અને LCBની એક ટીમ સહિત 4 ટીમોને આ કેસની તપાસ સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ લૂંટ કરી રહેણાંક વિસ્તારની જગ્યાએ ઝાડીઓ તરફ ભાગ્યા હતા. પોલીસે આરોપીઓને ચારે તરફથી ઘેરી મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડી લીધા હતા.અમદાવાદ શહેરમાં આવેલા ચાંગોદર રેલવે ક્રોસિંગ પાસે બાઈક પર સવાર મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓ પર લાકડાના દંડાથી હુમલો કરી 6 શખ્સોએ રૂપિયા 44.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં 4થી વધુ આરોપીઓ હોવાથી પોલીસે ધાડની કલમ લગાવી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે ભાઈઓ સહિત 6 આરોપીને ઝડપી રૂપિયા 44.50 લાખની રોકડ રકમ પણ કબ્જે કરી હતી.