બહરાઇ-

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં થયેલા એક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ઘાયલ છે. દૂર્ઘટના ટ્રકમાં એક ગાડીના ટકરાવાથી થઈ. રિપોર્ટ મુજબ કિછોછો શરીક દરગાહથી જિયારત બાદ પાછા આવી રહેલ જાયરીનોની ગાડી એક ટ્રક સાથે ટકરાઈ ગઈ ત્યારબાદ આ દૂર્ઘટના બની. આ ભીષણ માર્ગ અકસ્માત ગોંડા-બહરાઈચ માર્ગ પર પયાગપુરના શિવદાહા વળાંક પર બની. માર્ગ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

નિક મીડિયા રિપોર્ટ અનુસાર આ માર્ગ અકસ્માત સોમવારે બે નવેમ્બરની સવારે ૪ વાગે થયો છે. દૂર્ઘટના વખતે ગાડીમાં બેઠેલા ઘણા મુસાફરો ઉંઘમાં હતા. ભીષણ ટક્કરમાં ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થઈ ગયા હતા. વળી, એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો. દૂર્ઘટનામાં ઘાયલ ૧૦ લોકોને હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં ઈલાજ આપવામાં આવી રહ્યો છે. ઘટના સ્થળે પોલિસ હાજર છે. હાલમાં મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સૂચના આપવામાં આવી રહી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર લખીમપુર ખીરીના નયાપુરવા ઉમરા ગામના રહેાસી અમુક લોકો જિયારત માટે 28 ઓક્ટોબરે નીકળ્યા હતા. આંબેડકનગર જિલ્લાની કિછોછા શરીફ દરગાહમાં દર્શન કર્યા બાદ એ લોકો એક નવેમ્બરની રાતે બે ટાટા મેજિકથી પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન બહરાઈચ જિલ્લાના પયાગપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના શિવદાહા વળાંક પાસે એક મેજિક તો આગળ નીકળી ગઈ અને બીજી ગાડી ટ્રક સાથે ટકરાઈ ગઈ અને દૂર્ઘટના બની.