ભાવનગરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૬ લોકોના મોત
15, એપ્રીલ 2024

ભાવનગર વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો. સવાર પડતા જ હાઈવે પર લોહીની નદીઓ વહી હતી. ભાવનગરમાં અલગ અલગ બે અકસ્માતમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે અજાણ્યા વાહનચ ચાલકે યાત્રાળુ પર ગાડી ચઢાવી દીધી હતી. વાહન ચાલકે પગપાળા જઈ રહેલા સાત યાત્રાળુઓને અડફેટે લેતા ૩ લોકોના કમકમાટીભર્યા પર મોત થયા છે. તો પીપળી વટામણ હાઈવે પર કાર અને ટ્રક ટકરાતા ૩ મુસાફરોના મોત નિપજ્યા છે. આમ, ભાવનગરનો રવિવાર લોહિયાળ બની ગયો છે. એક અકસ્માત ભાવનગર શહેરની હદમા અને બીજાે અકસ્માત શહેરની બહારની બાજુ થયો છે. ત્યારે બે કાળમુખી અકસ્માતમાં કુલ ૬ લોકોના જીવ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ગોઝારો અકસ્માત થયો હતો. વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનાથી હાઈવે સમસમી ઉઠ્‌યો હતો. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ૪૦ યાત્રાળુઓનો સંઘ ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિર તરફ આવી રહ્યો હતો. એ સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા વાહને કહેર વરસાવ્યો હતો. પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને વાહન ચાલકે અડફેટે લીધા હતા, જેમાં સાત યાત્રાળુઓને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા પર મોત થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution