13, સપ્ટેમ્બર 2021
કર્ણાટક-
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં રવિવારે એક જીપ અને ટ્રકની ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત અને 6 ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. જીપ અને ટ્રક સામસામે ટકરાયા હતા. પોલીસે માહિતી આપી હતી કે આ અકસ્માત જીપ ચાલકની બેદરકારી અને નિયંત્રણ ગુમાવવાને કારણે થયો છે.
ચીક્કાબલ્લાપુર પોલીસે જણાવ્યું કે જીપમાં કથિત રીતે 15 લોકો હતા. આ જીપ શ્રીનિવાસપુરા તાલુકાના રાયલપાડુથી ચિંતામણી તાલુકા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. આ અથડામણમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 6 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીપમાં બે બાળકો પણ હતા. તમામ પીડિતો ચીક્કાબલ્લાપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના હતા. ટ્રક સાથે અથડામણને કારણે જીપ હવામાં કૂદી પડી હતી અને સંપૂર્ણ નુકસાન થયું હતું.