બનાસકાંઠા-

રાજ્યના અનેક વિસ્તારોમાં હવે કોરોનાના કેસો ઘટે છે, છતાં શાળાઓ શરૂ કરાયા બાદ કેટલાક ઠેકાણે કોરોનાના કેસો વધી જતાં ફફડાટ ફેલાયો છે.  બનાસકાંઠામાં શાળાઓ ખૂલ્યા બાદ કોરોના ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.  અહીંના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

શાળાઓ ખૂલી તો ગઈ છે, પરંતુ ક્યાંક કોરોના કેસો મળતાં ચિંતાનો વિષય બન્યો છે. બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાળાઓ ખૂલતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. તો શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા કે નહિ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે.