અયોધ્યા-

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. રામ મંદિર પરિસરનો વિસ્તાર ૭૦ એકરથી વધીને ૧૦૭ એકર કરવાની યોજનાની અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ જન્મભૂમિ પરિસરની પાસે ૭૨૮૫ વર્ગફૂટ જમીન ખરીદી છે. મુખ્ય મંદિરનું નિર્માણ પાંચ એકર જમીન પર કરાશે અને બાકી જમીન પર સંગ્રહાલય અને પુસ્તકાલય જેવા કેન્દ્ર બનાવાશે.

શ્રી રામજન્મભૂમિ પરિસરમાં પાયો ભરાયો. પાયો ભરવાનું કામ સતત ચાલી રહ્યું છે. ખોદકામ બાદ નિષ્ણાતોની સલાહથી એ ર્નિણય લેવાયો છે કે પાયો ભરવાનું કામ તકનીકથી કરાશે. લગભગ ૧,૨૦,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં અત્યારે ૪ પરત પાથરી ચૂકયા છે. કુલ ૪૦-૪૫ આવી જ પરત બિછાવાશે.મંદિર નિર્માણમાં લગભગ ૧,૨૦,૦૦૦ ઘન મીટર કાટમાળો નીકળ્યો છે. એક ફૂટ મોટી પરત પાથરીને રોલરથી કોમ્પેકટ કરવામાં ૪ થી ૫ દિવસ લાગી રહ્યા છે. ઑક્ટોબર મહિના સુધી આ કામ પૂર્ણ થવાની આશા છે. મંદિર નિર્માણમાં લાગેલા તમામ મજૂર અને એન્જિનિયર સંપૂર્ણ સ્વસ્થ છે.

આની પહેલાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યને ગતિ આપવા ગર્ભગૃહના સ્થાન પર કૂર્મ શિલા સ્થાપનાનું કામ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા હતારામ મંદિર નિર્માણ માટે રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં ૨૧૦૦ કરોડથી વધુ રૂપિયા દાનમાં એકત્રિત થયા છે. આ અભિયાનની શરૂઆતના સમયે ૧૧૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનું અનુમાન હતું. પરંતુ પ્રજાની અભૂતપૂર્વ ભાગીદારીના લીધે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા વધુ આવી ગયા.