દિલ્હી-

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરતા વૃદ્ધ મુસાફરોને એક મોટી ભેટ આપી છે. દેશમાં, 60 વર્ષથી ઉપરના કોઈપણને હવે અડધા ભાવે એર ઇન્ડિયાની ટિકિટ મળશે. આ અંગેની માહિતી બુધવારે ઉડ્ડયન મંત્રાલયે શેર કરી છે. એર ઇન્ડિયાની વેબસાઇટ પર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે મુજબ આ નિયમો લાગુ કરવામાં આવશે ...

ભારતીય નાગરિકત્વ, વરિષ્ઠ નાગરિકો, ભારતમાં કાયમી વસવાટ કરે છે, જેમની મુસાફરીની તારીખથી 60 વર્ષની વય થઈ ગઈ છે. તેઓને ઇકોનોમી કેબિનમાં પસંદ કરેલા બુકિંગ વર્ગના મૂળ ભાડાનો 50%. છૂટ મળશે અને ભારતમાં કોઈપણ ક્ષેત્રની મુલાકાત લઇ શકશે. તે ટિકિટ આપવાની તારીખથી 1 વર્ષ માટે લાગુ. સાત દિવસ અગાઉથી ટિકિટ બુક કરવા પર માન્ય.