શહેરાના બોરીયાવી ગામે બુટલેગરને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ
20, ફેબ્રુઆરી 2021

શહેરા, શહેરા ના બોરીયાવી ગામ ખાતેથી પોલીસેે દારૂના ૪૪ નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક ઘરમાંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન બુટલેગર ભાગવા જતા પકડાઈ ગયો હતો. જ્યારે આરોપીના પરીવારજનો એ પોલીસ સામે મારમાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.દારૂ સાથે પકડાયેલ આરોપીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.શહેરા ના બોરીયાવી ગામ માં અમુક બુટલેગર દારૂનો ધંધો કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહયા છેબાતમી મળી હતી કે આ ગામ માં મોટા પાયે દારૂ નુ વેચાણ થઈ રહયુ હોવાની માહિતી ખાનગી રાહે મળી હતી.બાતમી ને હકીકત ગણીને પોલીસે બોરીયાવી ગામ માં શના ભેમા ડાભીના રહેણાંક ઘરમાં રેડ પાડતા દારૂની એક પેટીમા પ્લાસ્ટિક ના ૪૪ નંગ કવોટરિયા૧૮૦મિલી ના મળી આવ્યા હતા.પોલીસ ને જાેતા બુટલેગર ભાગવા જતા તે જમીન પર પડી જતા તે પકડાઈ ગયો હતો.પોલીસે રૂપિયા ૪૪૦૦ના દારૂ સાથે પકડી પાડેલ દારૂના આરોપીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.જ્યારે દારૂ સાથે પકડી પાડેલ શના ડાભીના પરીવારજનો એ પોલીસ એ મારમાર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથક ખાતે આરોપી ઉભો પણ રહી શકતો ના હતો.પોલીસ મથક ખાતે ઇમરજન્સી ૧૦૮ દ્વારા દારૂ સાથે પકડાઈ ગયેલા આરોપી શના ડાભી ને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામા આવ્યા હતો.આરોપીના પરીવારજનો ના આંખ મા આંસુ સાથે પોલીસ સામે આક્રોશ પણ જાેવા મળી રહયો હતો. આ બાબતે પોલીસ મથક ના મહિલા પી.એસ.આઇ નીલમ ઢોડિયા ને પૂછતા પોલીસ એ કોઈ માર મરેલ નથી .દારૂની રેડમાં આરોપી ભાગવા જતા પડી ગયો હતો.આ જે માર મારવાના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ચૂંટણી ના માહોલ વચ્ચે દારૂ વેચતા બુટલેગર સામે કાર્યવાહી હાથધરી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution