અરવલ્લી/ભિલોડાસ : ભારત બંધના એલાનનો અરવલ્લી જીલ્લામાં નહિવત અસર જાેવા મળી હતી પરંતુ જીલ્લાના ભિલોડા તાલુકામાં સજ્જડ બંધ જાેવા મળ્યો હતો ભિલોડાને જાેડાતા તમામ માર્ગો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી પડતા ઠેર ઠેર ચક્કાજામ જાેવા મળ્યો હતો રોડ પર દોડતી અટકાવી એસટી બસોની હવા કાઢી નાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ભિલોડા એસટી ડેપોના આઈટીઆઈએ ભારત બંધના દિવસે ૪ એસટી બસની હવા કાઢી વાલસીટ લઇ જતા ૯ ટાયરને કટ પડી જતા ૪૦ હજાર થી વધુ નું નુકશાન થયા અંગેની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશને સ્વીફ્ટ કાર ચાલક અને અન્ય ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે  

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત અંદોલનની માંગ સરકારે સ્વીકારવાનો નનૈયો ભણતા મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બંધને સમર્થન કરી જીલ્લામાં સુલેહશાંતી ભંગ કરનાર લોકોની પોલીસે અટકાયત કરી છોડી મુકવામાં આવ્યા હતા અને અટકાયતીઓ સામે ગમે તે ઘડીએ ગુન્હો નોંધાઈ શકે છે ની ચર્ચાઓ વચ્ચે ભિલોડા એટીઆઇએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ૪ એસટી બસના નુકશાન અંગે ફરિયાદ નોંધાવતા આંદલોન કારીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

ભિલોડા એટીઆઈ દીપક કુમાર મણીલાલ સુથારે સ્વીફ્ટ કાર (ગાડી.નં-ય્ત્ન ૦૯ મ્ડ્ઢ ૫૨૪૮) ના કાર ચાલક અને અન્ય ત્રણ શખ્સોએ ૪ બસને અટકાવી હવા કાઢી નાખી અને ટાયરની વાલ સીટ કાઢી લઇ જતા ટાયરમાં કટ પડી જતા રૂ.૪૦૧૦૦ નું નુકશાન થયા અંગેની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભિલોડા પોલીસે કાર ચાલક સહીત ત્રણ અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૧૮૮,૩૪૧,૪૨૭ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.