વિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક કયારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર
29, જુન 2020

ભોપાલ,

પોતાના નિવેદનો માટે હંમેશા ટીકાઓનો શિકાર રહેતી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરીથી એવુ કંઈ કહ્યું છે જેના પર હોબાળો મચવો નક્કી છે. તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી પર નામ લીધા વિના એક વિવાદિત ટિપ્પણી કરી છે. મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કÌš કે વિદેશી મહિલા ગર્ભમમાંથી જન્મેલ વ્યકિત કયારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.

સાંસદે કહ્યું કે કોંગ્રેસે પોતાનામાં ઝાંખીને જાઈ લેવુ જાઈએ એક વાર, તેમની પાર્ટીમાં ન તો બોલવાની સભ્યતા છે, ના તો સંસ્કાર છે અને ના દેશભÂક્ત. હું તો એક જ વાત કહીશ, તેમના નેતા બે-બે દેશોની સભ્ય છે, દેશ ભકિત આવશે કયાંથી એક વિદેશીના પેટમાંથી જન્મેલાને શું સમજમાં આવશે કે દેશ અને દેશપ્રેમ શું હોય છે?

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતુ કે મે નવ વર્ષ સુધી કોંગ્રેસની યાતનાઓ સહન કરી. આ દરમિયાન મને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ. મારી આંખોથી લઈને માથા સુધી સોજા આવી ગયા હતો, આના કારણે મને આજે પણ એક આંખમાં ધૂંધળુ દેખાય છે અને બીજી આંખમાં તો બિલકુલ નથી દેખાતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution