જી-૨૦ અંતર્ગત જળવાયુ પરિવર્તન અને આપત્તિ જાેખમ અંગે કોન્ફરન્સ યોજાઇ
25, ફેબ્રુઆરી 2023

વડોદરા.તા.૨૫

ભારતનાં નેતૂત્વમાં જી-૨૦ દેશોની આગામી સ્પટેમ્બરમાં બેઠકો યોજાઇ તે પુર્વ તેમાં જનભાગીદારી અને ખાસ કરીને યુવાવર્ગનાં મતને પ્રાધાન્ય મળે એ માટે યોજાતી યુથ ૨૦ની એક મહત્વપુર્ણ કોન્ફરન્સ મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનાં યજમાનપદે યોજાઇ હતી. જળવાયુ પરિવર્તન અને આપત્તિ જાેખમમાં ઘટાડો- સમતોલ જીવન પ્રવાહ વિષયક શીખર બેઠકમાં જળવાયુ પરિવર્તન વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે યુવાનોને નેતૂત્વ લેવા એકસુરે મત વ્યકત કરાયો હતો. કાન્ફરન્સમાં ઉપસ્થિત પર્યાવરણ કાર્યકર્તા અને યુનાઇટેડ નેશનના પ્રતિનિધિ અર્ચના સોરંગે જણાવ્યુ હતુ કે કલાઇમેન્ટ ચેન્જની સૌથી વધુ અસર જનજાતિ સમુદાયને થઇ છે. પર્યાવરણ રક્ષક એવા જનજાતિ સમુદાય કલાઇમેન્ટ ચેન્જવી અસર તળે આવી ગયો છે. આપણ સૌને કોઇને કોઇ આપત્તિ અસર કરી રહી છે. હવે આ યોગ્ય સમય છેકે, જીવનજીવવા પધ્ધતિમાં નાના પરિવર્તન લાવીનેપણ તેની અસર ઓછી કરી શકાય છે. તેમણે કલાઇમેન્ટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા યુવાનોને નેચૂત્વ લેવા હાકલ કરી હતી. ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના વક્તવ્યમાં સોલાર એનર્જી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે જી૨૦ ના ભાગરૂપે વડોદરામાં યોજાયેલ આ મહત્વપુર્ણ કોન્ફરન્સમા મહત્વી ચર્ચાઓ થઇ છે. વડોદરામાં જળવાયુ પરિવર્તન સામે પગલાં ભરવા મ્યુનિસિપલ કોર્પોરેશન હમેંશા કાર્યરત રહી અનેક પ્રોજેકટોનો અમલ પણ કર્યો છે.

કૌટિલ્યએ ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્ય આપ્યું

ગૂગલ બોય તરીકે ઓળખાતો હરિયાણાનો કૌટિલ્ય યુનિવર્સિટી ખાતે જી-૨૦ સમિટિમા ઉપસ્થિત રહ્યો હતો. અ. કૌટિલ્યએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ આજે સમગ્ર વિશ્વની સામે એક પડકાર છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે યુવાઓ સહિત દરેક વ્યક્તિએ ગંભીર બની કામગીરી કરવી પડશે. પર્યાવરણની જાળવણી આપણા સૌ માટે પ્રાથમિકતા હોવી જાેઇએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution