અંબાજી, ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હોમગ્રાડ યુનિટ માં છેલ્લા ૫ વર્ષ થી ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતાની અલ્ટો કાર માં વિદેશી દારૂ ભરી ને ઉભો છે તેવી હકીકત અંબાજી પોલીસ ને મળતા પોલીસ સબઇન્સ્પેક્ટર પીકે લીંબચીયા એ.એસ.આઇ રઘુભાઇ પોલીસ સ્ટાફ સાથે અંબાજી હાઇવે પર આવેલી શામળ ભાઈ ની ચા ની હોટલ આગળ ઉભેલી અલ્ટો કાર ની તપાસ કરતા ૪૨ બોટલ વિદેશી દારૂ ની કિંમત રૂપિયા ૫૨૨૦૦ નું ઝડપી પડ્યો છે.

તેમજ અલ્ટો કાર અને મોબાઈલ સહીત કુલ રૂપિયા ૧.૩૭ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી એ.એસ.આઇ રઘુભાઇ એ દાખલ કરેલી ફરિયાદ ના આધારે પોલીસ સબઇન્સ્પેક્ટ પીકે લીમ્બાચીયા વધુ તપાસ કરી રહ્યા છે. અંબાજી માં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતે હોમગાર્ડ ની નોકરી સાથે અંબાજી મંદિર ના પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે પણ ઓઉટસોર્સ તરીકે ફરજ બજાવતો હતો અને આ હર્ષ દવે ની ગાડી માંથી પકડાયેલો રૂપિયા ૫૨૨૦૦ નો વિદેશી દારૂ લાવા લઇ જવા પાછળ કોનો દોરી સંચાર છે તેની શોધ પોલીસ કરી રહી છે ને હોમગાર્ડ તરીકે ફરજ બજાવાની સાથે અંબાજી મંદિર માં પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે પોતાની ફરજ માં બેદરકારી ને લઈ આકરા પગલાં લેવાય તેવી પ્રજા ની માંગ ઉઠી છે અંબાજી પોલીસે નશાબંધી ના નવા કાયદા અનુસાર ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.