ભરૂચ-

કોરોનાના કહેર વચ્ચે ભરૂચમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.3ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે  કચ્છ જિલ્લામાં તીવ્ર ભૂકંપ આવવાની હાલમાં જ નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી હતી. જિલ્લાની ફોલ્ટ લાઈનોમાં વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થઈ રહી હોઈ કંપનો સ્વરૂપે તે બહાર પણ આવી રહી છે. પાછલા થોડા દિવસથી ભૂર્ગભીય હલન ચલન વધ્યું છે.

તેવામાં શ્રાવણી પૂનમે ધરા વધુ અશાંત બનતા પૂર્વથી લઈ પશ્ચિમ સુધી ધ્રુજારી અનુભવાઈ હતી. આ અંગેની વિગતો મુજબ સરહદી કચ્છ જિલ્લો ભૂકંપના અતિ સક્રિય ઝોનમાં આવતો હોઈ અતિ સામાન્ય કંપનો તો સતત અનુભવતા જ રહેતા હોય છે. છેલ્લા બે માસથી ધરા વધુ અશાંત બની હોઈ કંપનોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધ્યું છે. એક સમયે મોટાભાગે વાગડ પંથકમાં જ ધ્રુજારી અનુભવાતી હતી, પરંતુ હવે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધરા અશાંત બની છે.