ઉના

 ગીર સોમનાથ જીલ્લાના ઉના-ગીરગઢડા તાલુકાના ગીર જંગલની બોર્ડરના ૧૫ ગામનો ઘરતી બપોરના સમયે એકાએક ઘ્રુજી ઉઢતા ગભરાટના માર્યા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. બાદમાં પંથકમાં ૩.૪ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યુી હતો. ભકુંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્ટી દિશામાં ૩૦ કીમી દૂર બિલિયાત નેસ વિસ્તામરમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે. ભુંકપના આંચકાને લઇ કોઇ જાનમાલને કોઇજાતનું નુકશાન થયુ નથી. જાે કે, ગીરગઢડા તાલુકાની જસાધાર રેન્જમાં આવતા ગીર બોર્ડેરના ૧૫ જેટલા ગામોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાનું સ્થામનીકો પાસેથી જાણવા મળેલ છે.ગીર સોમનાથ જીલ્લાચના બે તાલુકાની ગીર જંગલ નજીક આવેલા અનેક ગામોની ઘરા અચાનક ઘ્રુજ ઉઢી હતી. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર જીલ્લાઅના ઉના-ગીરગઢડા તાલુકાના ૧૫ ગામો કે જે ગીર જંગલ બોર્ડર વિસ્તાારમાં આવેલા છે. તે ગામોની ઘરતી બપોરે ૨ વાગ્યા ના ૩૨ મિનિટએ અનેક સેકન્ડ્‌ સુઘી એકાએક ઘ્રુજી ઉઢીે હતી. જેના પગલે ગ્રામ્યડ વિસ્તા‍રના લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યાએ હતા. ઘડીભર માટે લોકોને કંઇ સમજાતુ ન હતુ કે એકાએક શું થયુ. અણઘાર્યા આવેલા ભુકંપના આંચકાને લઇ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી. જયારે ભુકંપની તીવ્રતા ૩.૫ ની હોવાનું અને તેનું કેન્દ્રી બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્ટઅ દિશામાં ૩૦ કીમી દુર બિલિયાત નેસ વિસ્તાંરમાં નોંઘાયુ હોવાનું જાણવા મળેલ છે.ગીરગઢડા નજીક આવેલ જસાધાર રેન્જની ગીર બોર્ડેરના ગીરગઢડા અને ઉના તાલુકાનાં નીટલી, વડલી, ફાટસર, શાણા-વાંકીયા સહિતના ૧૫ જેટલા ગામોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે સ્થારનીક તંત્ર અજાણ હોવાનું સ્થાંનીકો પાસેથી જાણવા મળેલ છે. જાે કે જાનમાલને નુકશાની નુક્શાન થયુ નથી. જાે કે, ઘણા સમય બાદ ગીર સોમનાથમાં ભુકંપનો આંચકો આવતા ગ્રામજનોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ હતી.