19, ઓગ્સ્ટ 2020
આગ્રા-
યુપીના આગ્રામાં કેટલાક શંકાસ્પદ લોકોએ મોટી વારદાતને અંજામ આપ્યો છે એ લોકોએ એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી અને ડ્રાઇવર-કંડકટરને બંધક બનાવીને યાત્રીકોને ઝાંસી માં ઉતારી દીધા.
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે હજુ સુધી કોઇ પુરાવા મળ્યા નથી. પોલીસ બસની શોધખોળ કરીને તપાસ હાથ ધરી છે.
અંદાજે ર કલાક સુધી ડ્રાઇવર અને કંડકટરને ફેરવીને તેમને એક ઢાબા પર છોડી દીધા અને યાત્રીકોને બીજી બસથી ઝાંસી મોકલી દીધા અને પોલીસે તપાસ હાથ ધરી છે. એસએસપી બબલૂ કુમારે કહ્યું કે પ્રથમ દૃષ્ટિની વાતચીતમાં માલૂમ પડી રહ્યું છે કે ગ્વાલિયરથી આવ્યા નહોતા. બસમાં ૩૪ યાત્રી હતાં. પોલીસે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.