05, સપ્ટેમ્બર 2020
ચંદીગઢ-
ચંદીગઢ-મનાલી હાઈવે પર હિમાચલના મંડી જિલ્લામાં દવાડા પાસે એક પહાડ ધસી પડવાથી ભારે કાટમાળ નીચે આવતા કુલુ-મનાલી હાઈવે ઠપ્પ થઈ ગયો છે જેના કારણે વાહનોનું આવન-જાવન વાયા બજૌરાથી થઈ રહી છે.
આ અંગે વધુમાં જાણકારી મુજબ રાત્રે લગભગ એક વાગ્યે પહાડી પરથી પથ્થર પડવા શરૂ થઈ ગયા હતા. સવારે આઠ વાગ્યા સુધીમાં હાઈવે પર મોટી માત્રામાં કાટમાળ એકત્ર થઈ ગયો હતો. ખતરાને જોઈ અને વહીવટી તંત્રે વહેલી સવારે જ વાહનોનું આવન-જાવન રોકી દીધું હતું.
ઘટનાસ્થળે પોલીસ અને એનએચપી મશીનરી તૈનાત થઈ ગઈ છે. હાલ હાઈવે બંધ હોઈ વાહનો વાયા બજૌરાથી મોકલાઈ રહ્યા છે.