લો બોલો, સીંગતેલ ભરેલું ટેન્કર પલટતા લોકો ડોલ-ડબલા લઇ દોડ્યા
28, ડિસેમ્બર 2020

અમરેલી-

અમરેલી જિલ્લાના રાજુલાના ધુડિયા આગરિયા નજીક આજે ટેન્કરચાલકે કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું, જેથી આસપાસના લોકો ડોલ-ડબલા લઈને તેલ લેવા માટે દોડ્યા હતા અને તેલની લૂંટ ચલાવી હતી. સીંગતેલનું ટેન્કર પલટી મારી જતાં રસ્તા પર તેલની રેલમછેલ જાેવા મળી હતી. રાજુલા સાવરકુંડલા માર્ગ વચ્ચે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ લોકો વહેલી સવારે તેલ લેવા માટે દોટ મૂકી હતી. આ ઘટના ધુડિયા આગરિયા ગામ નજીક બની હતી. લોકો ડોલ, કેરબા સહિતનાં વાસણો લઈને તેલ ભરતા જાેવા મળ્યા હતા. ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ સર્જાઇ હતી અને આ બનાવની જાણ વાયુવેગે ફેલાતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને તેલ લેવા માટે દોડાદોડ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution