સુરત

સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જઇને સુરતીઓને કોરોનાના મુખમાં ધકેલી રહ્યાં છે.

સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જતા લોકો સામે કાર્યવાહી કરવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી ગોઠવાઇ નથી. રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે માત્ર એક જ ટીમ તૈનાત છે. રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓની સંખ્યા સામે એક જ ટીમની કામગીરી ધીમી પુરવાર થઇ રહી છે. લોકોની માગ છે કે, સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી એકથી વધુ ટેસ્ટિંગ ટીમ તૈનાત કરવામાં આવે.