શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે સોમવારે સવારે અથડામણ સર્જાઈ છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લાના શ્રીગુફ્વારામાં આતંકવાદી છૂપાયા હોવાની જાણકારી બાદ સમગ્ર વિસ્તાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ સવારે 6.40 કલાકે સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

અગાઉ રવિવારે સોપોરના રેબન વિસ્તારમાં સુરક્ષાદળોએ ૩ આતંકવાદીઓના ઠાર માર્યા હતા. તેમાં એક લશ્કર-એ-તૈયબાનો ઉસ્માન હતો. હાલમાંજ સોપોરમાં સુરક્ષાદળોએ પર કરાયેલા હુમલામાં તે સામેલ હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો હતો એક નાગરિકનું મોત થયું હતું