21, ઓગ્સ્ટ 2023
ધ્રાંગધ્રા,ધ્રાંગધ્રા તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમા તલાટી પોતાના ફરજ સ્થળ(ગામ) પર હાજર નહિ હોવાથી અનેક રજુવાતો ઉઠવા પામી છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામના મહિલા તલાટી શનિવારના રોજ બપોરના સમયે પોતાના ફરજ પર આવ્યા હોય જે બાબતે સ્થાનિક ગામના જાગૃત નાગરીક દ્વારા પોતાને વેરાની પહોચ બાબતનું કામ લઇ જતા મહિલા તલાટી મંત્રી દ્વારા સોમવારે આવવાનું જણાવી ઉડાવ જવાબ આપતા જાગૃત નાગરીક દ્વારા તલાટી મંત્રી દ્વારા ઉડાવ જવાબો આપતા હોવાનુ પોતાના મોબાઇલના કેમારામા કેદ કરી વિડીયો વાઇરલ કરાયો હતો. આ તરફ ગુજરવદી ગામના મહિલા તલાટી સામે આવી પણ આક્ષેપ કરાયો હતો કે તલાટીને પોતાના ફરજનું સ્થળ(ગામ) છોડવાનું હોતુ નથી છતા ગુજરવદી ગામના આ તલાટી સમયસર ફરજ પર હાજર નહિ રહેતા ગ્રામજનોના કામ ટલ્લે ચડે છે ત્યારે આ પ્રકારનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થતા હવે ઉચ્ચ અધિકારી મહિલા તલાટી પર કેવા પગલા ભરે છે ? તેના સામે સૌની મીટ મંડાયેલી છે.