બોડેલી,તા.૨૦

બોડેલી ના ડભોઇ રોડ ઉપર આવેલ ગોવર્ધન સોસાયટી ના નાકે આવેલ રેણુકા ઑટો મોબાઇલ સ્પેર પાર્ટ ની દુકાન ની બાજુ માં બંધ મકાન ની બહાર ના ઓટલે બનાવવા માં આવેલ પાણી ના ટાંકા માં ઓટલા ઉપર રમી રહેલાત્રણ ચાર બાળકો પૈકી ની બે વર્ષ ની માસૂમ બાળકી ટાંકા માં પડી હતી બાળકી ટાંકા માં પડતા અન્ય બાળકોએ બુમરાડ મચાવતા બાજુમાં રેણુકા ઓટો મોબાઇલ્સ નામની સ્પેરપાર્ટ ની દુકાન માં કેવડિયા થી સ્પેરપાર્ટ લેવા આવેલા અને આ બાળકી માટે બનેલા નરેન્દ્રભાઈ તડવીએ તેમજ ઈશાનભાઇ ઠક્કરે દોડી આવી નરેન્દ્રભાઈ પાણીમાં કુદી જઈ બાળકીને બહાર કાઢી હતી. બાળકીને બહાર કાઢ્યા બાદ બેભાન થયેલી જણાતા ઈશાનભાઇ ઠક્કરે તેને ઊંધી સુવડાવી પુસ કરી પાણી બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ બંને એ આ બાળકીના માતા પિતા ની શોધ ખોળ કર્યા વગર બોડેલી ની રેમ્બો હોસ્પીટલ લઈ જઈને સારવાર કરાવડાવી પરત તે ત્યા આવી તેણી માતા ચતી બેન ને સુપ્રત કરી માનવતા નુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.

બોડેલી ગોવર્ધન સોસાયટી નજીક ઝૂંપડા બાંધી મજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના માંડલ ગામના દિનેશભાઈ ડાવર સહિતના પાંચેક પરિવારો પાછલા ઘણા વર્ષોથી બોડેલીમાં રહી છૂટક મજૂરી કરે છે અને હાલ તેઓ ગોવર્ધન સોસાયટી નજીક ના ખુલ્લા પડેલા પ્લોટમાં નાના નાના ઝુપડા બાંધી રહે છે અને તેઓ બધા પરિવારો ના સભ્યો દિવસ ભર બોડેલી નગરમાં છૂટક મજૂરી કરે છે અને તેઓના બાળકો સમગ્ર દિવસ દરમિયાન આમતેમ રમી દિવસ પસાર કરે છે આજરોજ બપોરના સાડા ત્રણેક વાગ્યા ના સુમારે આ પરિવારોના નાના નાના ભૂલકાઓ ગોવર્ધન સોસાયટીના નાકે આવેલ રેણુકા ઓટો મોબાઇલ નામની સ્પેરપાર્ટ ની દુકાન પાસે ના બંધ મકાનની આગળ આવેલ ઓટલા ઉપર રમી રહ્યા હતા આ પૈકી જયશ્રીબેન દિનેશભાઈ ડાવર ઉંમર બે વર્ષ તે રમતા સમયે ઓટલા ઉપર આવેલ પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતા અન્ય બાળકોએ બૂમરાણ મચાવી હતી.

આ સમયે યમરાજ ના મુખ માં જતી રહેલી બે વર્ષની માસુમ જયશ્રીબેન ડાવર માટે મૃત્યુંજય (મસીહા) બનીને કેવડિયા કોલોની થી બાજુ ની દુકાને સ્પેર પાર્ટ નો સામાન ખરીદવા આવેલા નરેન્દ્ર ભાઇ તડવી એ બુમરાણ સાંભળી દોડી આવી ટાંકી માં કુદી જઈ બાળકી ને બચાવી લીધી હતી અને તેની મદદ માટે રોડ નજીક ઉભા રહી મોબાઇલ ફોન પર વાત કરી રહેલા બોડેલી ના રહીશ ઈશાન ભાઇ ઠકકરે પણ તરત બેભાન અવસ્થા માં બહાર કાઢેલી બાળકી ને ઊંધી સુવડાવી બરડામાં પુસ કરી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.