28, ફેબ્રુઆરી 2021
અમદાવાદ.અમદાવાદ માં મામલતદારના બોગસ સિક્કા કરી વેબસાઇટમાં દસ્તાવેજ અપલોડ કરતો હતો, બોગસ સહી-સિક્કાથી આધાર્ડ કાર્ડમાં એડ્રેસ સુધારનાર યુવકને રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે. તે દસ્તાવેજ આધાર કાર્ડની વેબસાઇટમાં જીંકરી એડ્રેસ બદલતો હતો. આ મામલે રામોલ પોલીસે છતેરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ આદરી છે. રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા રણજીતસિંહ મફતસિંહને બાતમી મળી હતી કે, ન્યૂ હરીશચંદ્ર નંગર સોસાયટીમાં અશ્વીત એન્ટર પ્રાઇઝ નામની ઓફિસ ચલાવતો રવિકાન્ત રાજબહાદુર શર્મા પોતાની ઓફિસમાં લેપટોપ, મોબાઇલ દ્વારા મામલતદાર અસારાવાના નામથી આધાર એનેક્ષર ફોર્મ ઉપર બનાવટી સહી સિક્કા કરી લોકોના રહેણાંક એડ્રેસમાં ફેરફાર કરી નવા આધારકાર્ડ બનાવી રહ્યો છે.
જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ પોલીસે ઓફિસ પર દરોડો પાડ્યો હતો. જ્યાં લેપટોપ મળ્યું હતું જેમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા નામનું પેજ ખુલ્લું હતું. જેમાં યુવક કંઇક કરી રહ્યો હતો. જેથી પોલીસે ત્યાં હાજર રવિકાન્ત રાજબહાદુર શર્માને અટકાવ્યો હતો અને તેણે ખોલેલ વેબસાઇટનું ફોલ્ટ ખોલી ચેક કર્યું હતું. જેમાં જેમાં એક એનરોલમેન્ટ બ્લેન્ક ફોર્મ હતું. જેમાં વચ્ચેના ભાગે મહિલાનો ફોટો લગાવેલ હતો. જે ફોટા પર મામલતદાર અસારવારનું રાઉન્ડ સીલ મારેલ હતું. જેથી પોલીસે ચેક કરતા અન્ય મહિલાઓના આજ રીતે ફોર્મ ભરેલા અને તેમાં મામલતદારના સિક્કા મળી આવ્યા હતા. જેથી પોલીસે આ મામલે પુછપરછ કરી હતી. ત્યારે તેણે બોગસ સહી સિહક્કા કરી આધાર કાર્ડમાં સુધારો કરતો હોવાની કબુલાત કરી હતી. ત્યાંથી મ્યુનિ. કાઉન્સિલરના સિક્સા પણ મળ્યા હતા. જેથી પોલીસે ત્યાં તપાસ કરી લેપટોપ, મોબાઇલ, બે બાયોમેટ્રીક ફિંગર સ્નેક મશીન, કલર પ્રિન્ટર, ૧૬ જીપીની પેન ડ્રાઇવ, આધાર કાર્ડના પેપર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર, ગ્રાહકોના ફોટા ભરેલા ૧૦ ફોર્મ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.