પતિથી ત્રાસી ગયેલી મહિલાને આપઘાતના વિચારોથી મુકત કરાવતી અભયમ ટીમ
31, ઓક્ટોબર 2020

અમરેલી-

અમરેલી ૧૮૧ અભયમ્ ની ટીમે લાઠી તાલુકાના શેખપીપરિયા ગામ ની પીડિત મહિલા ને આપઘાતના વિચારોમાંથી મુકત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામ માં છેલ્લા ઘણા સમયથી એક મહિલા જેને સંતાનમાં બે દિકરી ને એક દીકરો છે તેઓના પતિ એ શંકાશીલ સ્વભાવના હોવાથી અવારનવાર શંકા કરી મહિલા સાથે નાની નાની બાબતમાં ઝગડા કરી મહિલા સાથે મારકૂટ કરવામાં આવતી હતી. જેથી પતિના ત્રાસથી કંટાળી મહિલાએ પિયર માં ફોન કરી માતાને જણાવી કહયું કે હું કંટાળી ગઈ છું મારાથી ત્રાસ સહન નથી થતું, હું હવે સામનો નહિ કરી શકું માટે હું આપઘાત કરી લઉં છું..જેથી મહિલાના માતાએ ૧૮૧ અભયમ્માં ફોન કરી મદદ માંગતા તાત્કાલિક ૧૮૧ નાં કાઉન્સેલર પરમાર હીના ત્થા હેડ કોન્સ્ટેબલ કૃપાબેન ઘટના સ્થળે પહોંચી મહિલા સાથે વાતચીત કરી શાંત્વના આપી સમ્રગ ઘટના વિશે માહિતી મેળવી મહિલાના પતિ ની સાથે યોગ્ય પરામશ કરી કાયદાકીય સમજણ આપી ને સામાજિક બંધનો અને બાળકોના ભવિષ્ય ના ઘડતર અંગે અવગત કરી ફરી વખત ઝગડા ના થાય તેવી બાહેંધરી લીધી હતી ને લાંબા ગાળા ના પરામર્સ માટે pbsc સેન્ટર તેમજ નારી અદાલત અંગે માર્ગદર્શન આપી માહિતીગાર કરાવ્યા હતા.આમ,પીડિત મહિલાને આપઘાત ના વિચારોથી મુકત કરી પતિ-પત્ની બંને નું રાજીખુશીથી સુખદ સમાધાન કરાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution