છોટાઉદેપુર, આજ કાલ દીવસે ને દિવસે કેટલાક અસામાજીક તત્વો દ્રારા સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ કરી ઘણી યુવતીઓના ફેસબુક તેમજ વોટસઅપ એકાઉન્ટ હેક કરી મહિલાઓને સોશીયલ મીડીયામાં બદનામ કરવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશીત થવાપામેલ છે. તેવી જ એક ઘટના છોટાઉદેપુર જીલ્લાના નસવાડીપો.સ્ટે. વિસ્તારમાં રહેતી એકપરણિત મહિલા સાથે બનેલ છે.પરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યા ઇસમ દ્રારાપરણિત મહિલાના નામનું જ ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો ઉપયોગ કરી ખરાબપોસ્ટ મુકી અશ્લીલ ફોટાઓ વાયરલ કરીપરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદાથી બિભત્સ હરકતો કરી હેરાન કરવાની ફરીયાદપરણિત મહિલાએ તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ નસવાડીપોલીસ સ્ટેશનમાં આપતા નસવાડીપો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭ ૨૧૦૪૩૦/૨૦૨૧ આઇ.ટી એકટ કલમ ૬૬(સી), ૬૬(ઇ) ૬૭ મુજબ ગુનો નોંધાયેલ અને સદર ગુનાની તપાસ છોટાઉદેપુર જીલ્લા સાયબર ક્રાઇમ/ એલ.સી.બીને સોંપવામાં આવેલ હતી. ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ હરિકૃષ્ણપટેલ,પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓને અંજામ આપતા આરોપીનેપકડીપાડી અસરકારક કામગીરી કરવા અંગે આપેલ સુચના અનુંસંધાને શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી જે.પી.મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી નાઓએ નસવાડીપોલીસ સ્ટેશનમાં સાયબર એકટ મુજબના ગુનાનો આરોપી સંજીવકુમાર બિન્દેશ્વર ઠાકુર રહે.પાલનપુર ડીસા રોડ, જી.બનાસકાંઠા ખાતેથી સદર ગુનાને અંજામ આપતો હોવાની હકીકત આધારે એલ.સી.બી તથા એ.સો.જીનાપોલીસ માણસો સાથે બનાસકાંઠા ખાતેપહોંચી જઇપાલનપુર તાલુકાપો.સ્ટેના માણસોને સાથે રાખી સદર આરોપીની તપાસ કરતા આરોપીને ચડોતર ગામેથીપકડીપાડી સદર ગુના અંગેપૂછ-પરછ કરતાપોતે ગુનાની કબુલાત કરેલ અને ફરીયાદી બહેને આરોપીને ઓળખી કાઢી તેણીની મરજી વિરૂધ્ધ તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત જણાવતા આરોપીની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વકપૂછ-પરછ કરતા આરોપી સદર ગુનાની કબુલાત કરતા તેને તા.૧૧/૦૬/૨૦૨૧ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.