અમદાવાદ-

અમદાવાદમા આવેલ સાબરમતી સેન્ટ્રલ જેલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે આ વખતે ફરી સાબરમતી જેલ વિવાદોમાં આવી છે. જેલમાં સજા કાપી રહેલ કેદીએ આપઘાત કરી લીધો જેના કારણે ફરી એક વખત આ જેલ ચર્ચાનું કેન્દ્ર બની છે. સાથેજ જેલ તંત્ર સામે પણ ઘણા સવાલો ઉભા થયા છે.

જે આરોપીએ આપઘાત કરી લીધો છે તે દુષ્કર્મના કેસમાં સજા કાપી રહ્યો હતો તેવી માહિતી સામે આવી છે. મૃતક આરોપીનું નામ જીતેન્દ્ર ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે. જેલમાંથી આરોપીની લાશ મળ્યા બાદ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. જાેકે કેદીએ આપઘાત શા માટે કર્યો તે રહસ્ય હજુ પણ અકબંઘ છે.૨૦૦ નંબરની બેરકમાં આરોપીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ આરોપીની સામે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. પીડિતાએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે બિલ્ડર સહિત ચાર આરોપીઓ પકડાયા હતા. જેમા મૃતક આરોપી પણ શામેલ હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આપઘાત પાછળનું કારણ હજું અકબંધ છે. જાેકે આપઘાતને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. જેમકે આરોપીએ ગળે ફાંસો ખાંધો તો તેની પાસે ફાસો ખાવા માટે દોરી ક્યાથી આવી. સમગ્ર મામલે હાલ તો પોલીસ અને જેલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાેકે આ આપઘાતને કારણે સાબરમતી જેલ ફરી વિવાદોમાં આવી છે.