પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવનાર આરોપીની 11 વર્ષ બાદ ધરપકડ
29, સપ્ટેમ્બર 2020

રાજકોટ-

અગીયાર વર્ષ પહેલા કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની વાડી વિસ્તારમાં ઘાતક હથીયારો વડે ચાર ઈસમો દ્વારા પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવી મૃતકની લાશને કંતાનના પોટલામાં પથ્થરો વડે બાંધી કુવામાં ફેંકી ચારેય ઈસમો ફરાર થઈ ગયેલ હોય જે પૈકીનાં છેલ્લા અગીયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાંથી જામનગર પેરોલ ફલો સ્કવોઠે પકડીપાડયો છે.

પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ. કોન્સ. કાસમભાઈ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા તથા મેહુલભાઈ ગઢવી હકીકત મળેલકે હત્યાનો આરોપી ટીનકા ઉર્ફે ટીનીયા મુળ મધ્યપ્રદેશ વાળો હાલ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના દુર્ગભ વાડી વિસ્તારમાં હાજર હોય જેથી ટેકનીકલ એનાલીસીસના આધારે ધરપકડ કરી પો.સબ ઈન્સ. એ.એસ. ગરચર એ ધોરણસર અટક કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution