26, એપ્રીલ 2025
બોડેલી |
જામનગર જીલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પકડી પાડ્યો છે.
રાજ્યના બહારનો ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં નાસતો ફરતો આરોપી સોમલાભાઈ બદનભાઈ બધેલ રહે. બડી કદવાલ સ્કુલ ફળીયા તા.જાેબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે ઉભેલ છે અને તેણે બદનમાં કથ્થાઈ કલરનુ પીળા પટ્ટાવાળુ અડધીબાંયનુ ગોળ ગળાનુ ટી-શર્ટ પહેરેલ છે અને કમરે કાળા કલરનુ નાઈટી પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ હોય જે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સોમલાભાઈ બદનભાઈ બધેલ ઉ.વ.૨૭ રહે.બડી કદવાલ સ્કુલ ફળીયા તા.જાેબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો હોવાનું જણાવેલ જેથી સદરીને અંગ ઝડતી કરતા કોઇ ચીજ વસ્તુ મળી આવેલ નહી. સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે ચારેક વર્ષ અગાઉ જામનગર જીલ્લાના લાલપુર વિસ્તારમાથી ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં મારૂ નામ આવેલ છે અને હુ આશરે દસેક મહીનાથી જાેબટના ગુનામા અલીરાજપુર જેલમા હતો અને આજ રોજ જેલમાથી છુટીને બહાર મજુરી કરવા જતો હોવાનુ જણાવતા પુછ-પરછમાં તેમણે ગુનો કરેલાની કબુલાત કરતા જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ મ્દ્ગજીજી-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.