એડીજી રામા શાસ્ત્રીએ બીએસએફ ગુજરાતની કામગીરીની સમીક્ષા કરી
27, ફેબ્રુઆરી 2022

ગાંધીનગર, બીએસએફના પશ્ચિમી કમાન્ડના એડીજી અને આઈપીએસ અધિકારી પી.વી. રામા શાસ્ત્રીએ બીએસએફ-ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ પ્રથમ ફ્રન્ટિયર મુખ્યાલય બીએસએફ-ગુજરાત ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે બીએસએફ ગુજરાતના આઈજી જી.એસ. મલિક સાથે મુલાકાત કરી હતી. જેમાં આઈજી મલિક દ્વારા ફ્રન્ટિયર ગુજરાતના ઓપરેશનલ અને વહીવટી બાબતો અંગેની જાણકારી આપી હતી. ત્યાર બાદ બીજા દિવસે રામા શાસ્ત્રી ભૂજના ક્રિક વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે બીએસએફ ગુજરાતના આઈજી તેમજ બીએસએફ ભૂજના ડીઆઈજીની સાથે ક્રિક વિસ્તારના ખાસ કરીને હરામીનાળાની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે ઓપરેશન ડોમિનેશન અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. એડીજી બીએસએફના ફિલ્ડ કમાન્ડરો દ્વારા બીએસએફ ગુજરાતના સંચાલણ, લોજિસ્ટિક્સ અને પ્રશિક્ષણ મુદ્દાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે તેઓને માર્ગદર્શન પણ આપ્યું હતું અને જે રીતે બીએસએફ ગુજરાત દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા કરવામાં આવી રહી છે તે અંગે તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.   

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution