૫ વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુએ વેબસિરીઝમાં કમબેક કર્યું
17, જુન 2024

તમને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો સોનુ તો યાદ જ હશે. હાલમાં આ શોમાં પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે. જાેકે, અગાઉ આ પાત્ર નિધિ ભાનુશાળીએ ભજવ્યું હતું. શો ‘તારક મહેતા’માં નિધિને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે વર્ષ ૨૦૧૯માં આ શો છોડી દીધો હતો. પાંચ વર્ષ બાદ તે ફરી એકવાર લોકોના મનોરંજન માટે પરત ફરી છે.૧૩ જૂને એમેઝોન મિની ટીવી પર ‘સિસ્ટરહુડ’ નામની વેબ સિરીઝ રિલીઝ થઈ છે. નિધિ આ સીરિઝનો એક ભાગ છે. નિધિ આ સીરિઝમાં એક વિદ્યાર્થીની ભૂમિકા ભજવી રહી છે જે શાળાના દિવસોની યાદોને તાજી કરે છે. થોડા સમય પહેલા, તેણે પોતે આ સીરિઝનું ટ્રેલર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું હતું, ત્યારબાદ ચાહકો તેને ફરી એકવાર જાેવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા. વર્ષ ૨૦૦૭માં જ્યારે ‘તારક મહેતા’ શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા અભિનેત્રી ઝિલ મહેતાએ ભજવી હતી. જાે કે, ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં નિધિ ભાનુશાળીએ તેનું સ્થાન લીધું. નિધિ ૭ વર્ષ સુધી આ શોનો ભાગ રહી અને પછી તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે આ શોને અલવિદા કહી દીધું.નિધિએ આ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. શો છોડ્યા બાદ ફેન્સ તેને ખૂબ મિસ કરતા હતા. જાેકે, તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જાેડાયેલી રહી. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને ૧૦ લાખથી વધુ લોકો ફોલો કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution