ઉત્તરપ્રદેશ-

બ્લેક, વ્હાઈટ અને હવે યેલો ફંગસની મહામારી સામે આવી છે. યેલો ફંગસનો પહેલો કેસ નોંધાયો છે ઉત્તરપ્રદેશમાં. યેલો ફંગસ એક ઘાતક બીમારી છે. કારણ કે આ આંતરીક રીતે શરૂ થાય છે. આના લક્ષણોમાં સુસ્તી, ઓછી ભૂખ લાગવી કે ભૂખ જ ન લાગવી અને વજન ઓછું થવું આ તમામનો સમાવેશ થાય છે. એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં બીજી તરફ બ્લેક ફંગસ મહામારી આવી છે અને હવે બ્લેક ફંગસ બાદ નવો યેલો ફંગસ આવ્યો છે. કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસનો કહેર વર્તાઈ રહ્યો છે. તો હવે નવો યેલો ફંગસ આવ્યો છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો પહેલો કેસ નોંધાયો છે. યેલો ફંગસ, બ્લેક અને વ્હાઈટ ફંગસથી પણ વધારે ખતરનાક જણાઈ રહ્યો છે. આ લક્ષણને મ્યુકોર સેપ્ટિક્સનું નામ આપવામાં આવ્યું છે.