અમદાવાદ-

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું ગઈકાલે મોદી રાત્રે સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી છે.વાવાઝોડું આગામી બે-ત્રણ કલાકમાં કોઈપણ સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી સંભાવના છે.અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર લોકોને સલામત રાખવા અને કોઈ નુકસાન ન થાય તે માટે ખડેપગે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બાદમાં વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે.વાવાઝોડું પસાર થઈ રહ્યું છે ત્યાં વિનાશ જ સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામાં 200 થી વધુ વૃક્ષો પડી ગયા અને અને મોટાભાગના રસ્તાઓ બંધ થઇ ગયા છે. ગઈકાલે દીવમાં વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવનની ગતિ 165 થી 170 કિમી પ્રતિ કલાકની હતી.જો કે હવે પવન ની ગતિ ઘટી રહી છે.અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં ખુબ જ ગંભીર અસર થઇ છે. લગભગ ૪૦ હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે, અનેક મકાનોને નુકસાન થયું છે. કેરીનો મોટાભાગનો પાક પણ નાશ પામ્યો છે. ત્યારે હવે વાવાઝોડું મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તો લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરીએ છીએ.