અમદાવાદ-

ભાજપે 10 કરોડ આપી ધારાસભ્યો ખરીદ્યા હોવા મુદ્દે ભારે ઘમાસાણ મચ્યું છે અને કોંગ્રેસે જાહેર કરેલા કહેવાતા સ્ટિંગ ઓપરેશન મુદ્દે સોમાભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા માં સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી અને વીડિયો માં દેખાતી વ્યક્તિ પોતે નહિ હોવાની વાત કરી આ વીડિયો ની ખરાઈ કરવા માંગ કરી છે ,સોમા પટેલે કહ્યું કે, આ મારુ નહી પરંતુ કોળી સમાજનુ અપમાન છે. મારા નામે જુઠ્ઠાણુ ફેલાવવાનુ કોંગ્રેસ બંધ કરે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો માંડીશ. તો બીજી તરફમોઢવાડીયાએ કહ્યું કે, કોળી સમાજનું અપમાન કોંગ્રેસે નહિ ભાજપે કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વિડિયો પણ જાહેર કરી ભાજપ દ્વારા નેતાઓનાં ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સ્ટિંગ ઓપરેશનમાં સોમાભાઈ પટેલ કહે છે કે કોઇને 10 લાખથી વધારે આપ્યા નથી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર પુર્વક આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામું આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હોઈ અક્ષેપો પાયા વિહોણા છે જયારે સોમાભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું હતું કે આ તદ્દન બનાવટી વિડિયો છે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો કરીશ. આમ હવે આ વીડિયો અસલી છે કે બનાવટી છે અને કોણ સાચું અને કોણ ખોટું વગરે વાતો વચ્ચે મતદાન સમયે જ આવેલી આ મેટરે ભારે હોબાળો મચાવ્યો છે.